અમદાવાદ : હરિયાણાનું હેન્ડીક્રાફ્ટ, આસામ-મેઘાલયના બામ્બુ આર્ટ બન્યા હસ્તકળા મેળામાં આકર્ષણનું કેન્દ્ર

આ મેળો ભારતભરમાંથી આવેલ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર બનવામાં મદદરૂપ બની રહ્યો છે

Update: 2023-02-23 13:28 GMT

જો તમે અમદાવાદમાં રહો છો, તો તમારે આ હસ્તકળા મેળાની મુલાકાત લેવી જ રહી. કારણ કે, આ મેળો ભારતભરમાંથી આવેલ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર બનવામાં મદદરૂપ બની રહ્યો છે, જ્યાં 150થી વધુ સ્ટોલમાં મહિલાઓ દ્વારા જ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. કચ્છના કોટડામાં રહેતા ટ્વીંકલ સાબડીયા ભરત ગુંથણમાં માહેર છે. પરંતુ સ્થાનિક સ્તરે તેમની કળાના કદરદાન મર્યાદિત હતા, પણ જ્યારે તે અમદાવાદમાં આયોજિત હસ્તકળાના મેળામાં આવ્યા ત્યારે તેમની કળાનુ મૂલ્ય વધ્યું.

Full View

કેન્દ્રના ગ્રામ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી આયોજિત હસ્તકળા મેળો માત્ર ટ્વીન્કલ સાબડીયા જ નહીં, અનેક મહિલાઓ માટે તેમની હસ્તકળા પ્રદર્શિત કરવાનું પ્લેટફોર્મ બન્યો છે. આ મેળામાં હરિયાણાની હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, આસામ અને મેઘાલયની બામ્બુ આર્ટ, તેલંગાણાની પોચમપલ્લી હેન્ડલૂમ, સિક્કિમ મોમોના વેચાણ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ ધરાવતા હસ્તકળા મેળામાં મફત પ્રદર્શનની સાથે સહભાગીઓને રહેવા અને જમવાની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. ભારતની મહિલાઓની હસ્તકળાથી પરિચિત થવા માટેનો હસ્તકળા મેળો આગામી તા. 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

Tags:    

Similar News