અમદાવાદ: 8 માળની બટાકા બિલ્ડીંગ તોડી પાડવા હાઇકોર્ટનો આદેશ, જુઓ શું છે મામલો

બટાકા બિલ્ડીંગ તોડી નાખવાનો હાઇકોર્ટ દ્વારા આદેશ, હાઇકોર્ટ દ્વારા પોલીસ કમિશનરને પણ મદદ કરવાનો આદેશ

Update: 2021-09-24 09:16 GMT

અમદાવાદમાં ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના અનેક વિસ્તારના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યો છે.ત્યારે ફરી એકવાર અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર બનાવવામાં આવેલ બટાકા બિલ્ડીંગ તોડી નાખવાનો હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદના રાયખડમાં જવાહર ચોક પાસે અલીજી મસ્જિદ સામે ગેરકાયદેસર બાંધવામાં આવેલ 8 માળની બટાકા બિલ્ડીંગ તોડી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.રાયખડમાં મહાનગર પાલિકાની કોઇપણ મંજૂરી સિવાય બંધાતા બટાકા બિલ્ડિંગને 20 મેના રોજ બાંધકામ બંધ કરી ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ આપી હતી. તે બાદ 24 મેએ પોલીસ બંદોબસ્ત માટે મહાનગર પાલિકાએ પોલીસ સમક્ષ માંગ કરી હતી. જોકે અલગ અલગ સમયે 6 વખત પોલીસ બંદોબસ્ત માટે અરજી કરવા છતાં પણ તેમને બંદોબસ્ત મળ્યો ન હતો પરંતુ આ વખતે હાઇકોર્ટ દ્વારા પોલીસ કમિશનરને પણ મદદ કરવાના આદેશ આપવામાં આવ્યો છે.આ બિલ્ડીંગને બચાવવા અરજી કરનારને પણ હાઇકોર્ટ દ્વારા 25 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News