અમદાવાદ: હિટ એન્ડ રન કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ, જુઓ ટ્રાફિક ડી.સી.પી.એ શું કહ્યું

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, કાર પર ટ્રાફિક નિયમના ભંગ બદલ 9 મેમો.

Update: 2021-06-29 08:38 GMT

અમદાવાદમાં ગત મોડી રાત્રે એક બેફામ કાર ચાલકે 5 લોકો પર સ્પીડમાં કાર ચઢાવી દેતા 1 મહિલાનું મોત થયું તો 4 થી વધારે લોકો ઘાયલ થયા હતા.ચકચારી ઘટનામાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શિવરંજની પાસે હિટએન્ડ રનની ઘટનામાં હવે શહેર ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે . શહેર ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીની ઓળખ પણ કરવામાં આવી છે પણ તપાસ ચાલુ હોઈ નામ જાહેર કરી શકાય તેમ નથી ઉપરાંત તેમેણ જણાવ્યું બીજી ગાડીની તપાસ કરાઈ રહી છે. કારની સ્પીડ જોવા મળી છે ત્યારે તેઓ રેસ લગાવતા હતા કે કેમ તે આરોપી ની ધરપકડ બાદ બહાર આવશે અને આરટીઓ તેમજ એફ.એસ.એલ ની.મદદ પણ લેવામાં આવશે.

અકસ્માત સર્જનાર કાર અમદાવાદ શૈલેષ શાહના નામે રજીસ્ટર થયેલ છે પોલીસ આ મામલે તેની પૂછપરછ કરશે ઉપરાંત પોલીસના જણાવ્યા અનુસાર કાર પર ટ્રાફિક નિયમનના ભંગ બદલ 9 મેમો પણ બાકી છે ત્યારે આ મુદ્દે પણ તપાસ કરવામાં આવશે.

Tags:    

Similar News