અમદાવાદ : હાટકેશ્વર બ્રિજ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો, જુઓ AMC કેમ અવઢવમાં મુકાઇ..!

હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં બ્રિજ તોડવો એના કરતાં નાના વાહનો માટે ઉપયોગમાં લઈ શકાય તેવું જણાવ્યુ છે

Update: 2023-03-12 11:09 GMT

અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં બ્રિજ તોડવો એના કરતાં નાના વાહનો માટે ઉપયોગમાં લઈ શકાય તેવું જણાવ્યુ છે, ત્યારે હવે હાટકેશ્વર બ્રિજ મામલે વિધાનસભા સત્ર બાદ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ વર્તાય રહી છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલા છત્રપતિ શિવાજી મહારાજ એટલે કે, હાટકેશ્વર બ્રિજ મુદે સીએમ ભુપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લઇ શહેરી વિકાસ વિભાગ સચિવ, એએસમી કમિશનર એમ. થેન્નારસન તેમજ AMC સત્તાધીશોને ગાંધીનગરનું તેડૂ મોકલ્યું હતું. જે બાદ હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે તપાસના આદેશ મળતા મનપા કમિશનરે બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું, ત્યારે 6 કન્સલ્ટન્સીના રિપોર્ટ IIT રૂરકીને મોકલવામાં આવ્યો હતો. જેમાં હાટકેશ્વર બ્રિજ મામલે IIT રૂરકીએ AMCને રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં બ્રિજ તોડવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. જોકે, બ્રિજ મામલે IIT રૂરકીએ અભિપ્રાય આપ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, આ બ્રિજ ન તોડો તો નાના વ્હીકલ માટે જ તે ઉપયોગમાં આવી શકે છે, ત્યારે 6 કન્સલ્ટન્સીના રિપોર્ટ IIT રુરકીને મોકલાયા હતા, ત્યારે બ્રિજ મામલે AMC હવે અવઢવમાં મુકાઇ છે. જોકે, હાટકેશ્વર બ્રિજ મામલે વિધાનસભા સત્ર બાદ નિર્ણય લેવાય તેવી શક્યતાએ જોર પકડ્યું છે.

Tags:    

Similar News