અમદાવાદ: IT વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, ચિરિપાલ ગ્રુપ પર દરોડા

ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે શહેરમાં ચિરિપાલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે.

Update: 2022-07-20 06:52 GMT

ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે શહેરમાં ચિરિપાલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. ટેક્સટાઇલ અને શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલ ચિરીપાલ ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે.

અમદાવાદ શહેરના બોપલ રોડ પર આવેલી ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી છે. બીજી બાજુ શહેરના શિવરંજની પાસે આવેલ ચિરીપાલ હાઉસ પર પણ IT ત્રાટક્યું છે. અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર IT વિભાગે સપાટો બોલાવ્યો છે.150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે.આ કાર્યવાહી આજે મોડી રાત સુધી અથવા આવતી કાલ સવાર સુધી ચાલે તેવી સંભાવના છે.જયોતિ પ્રકાશ ચિરીપાલ, વિશાલ ચિરીપાલ અને રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઇટી વિભાગે તવાઇ બોલાવી છે. એટલે કે સુરત અને અમદાવાદ એમ બંને શહેરોમાં આવેલી વિવિધ ઓફિસ પર IT વિભાગે દરોડા પાડ્યા છે.આઇટી વિભાગને આશંકા છે કે મોટા પ્રમાણે કર ચોરી કરવામાં આવી રહી છે તપાસના અંતે મોટા પ્રમાણમાં કર ચોરી બહાર આવે તેવી શક્યતા છે

Tags:    

Similar News