અમદાવાદ ખાખી થઇ શર્મસાર, છેડતી કરવા બદલ પોલીસકર્મી સામે ફરિયાદ

અમદાવાદમાં ફરીવાર ખાખી શર્મસાર થઇ છે નિકોલમાં પ્રેમિકાની પોલીસ કર્મચારીએ છેડતી કરી શારીરિક અડપલા કરીને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે.

Update: 2022-06-11 05:34 GMT

અમદાવાદમાં ફરીવાર ખાખી શર્મસાર થઇ છે નિકોલમાં પ્રેમિકાની પોલીસ કર્મચારીએ છેડતી કરી શારીરિક અડપલા કરીને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કર્મચારીએ પ્રેમિકાની દીકરી પર નજર બગાડતા મહિલા સંબંધ ખતમ કર્યો હતો.

નિકોલમાં પ્રેમિકાને મેળવવા પોલીસ કર્મચારીની વિકૃતી સામે આવી છે.. દીકરી ની સામે માતા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. ઘટના એવી છે કે નિકોલમાં એક મહિલા પોતાની 17 વર્ષની દીકરી સાથે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી ત્યારે પોલીસ કર્મચારી મહેશ પરમાર તેની એક્ટિવા અટકાવીને તેની સાથે અશ્લીલ વર્તન કરીને શારીરિક અડપલાં કર્યા હતા.આરોપી પોલીસ કર્મચારી મહેશ પરમાર હેડક્વાર્ટર માં કે કંપનીમાં ફરજ બજાવે છે.. 2006માં મહિલા અને મહેશ એકબીજાના પરિચયમાં આવ્યા અને પ્રેમ સંબંધ શરૂ થયો હતો.આ મહિલાએ પ્રેમી મહેશ પરમાર માટે પોતાના પતિને છોડી દીધો હતો. પરંતુ મહેશ પરમાર તેની 17 વર્ષની દીકરી પર નજર ખરાબ કરતા 3 વર્ષ પહેલાં મહિલા સંબંધ તોડી ને અલગ રહેવા જતી રહી હતી.. મહેશ પરમાર પણ પરિણીત હતો આરોપીએ મહિલા અશ્લીલ ફોટો તેની દુકાનની બહાર ફેંકી જતો હતો.. રસ્તામાં અટકાવી ને અશ્લીલ હરકતો કરતો હતા. જેથી મહિલા કંટાળીને પોલીસ જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

Tags:    

Similar News