અમદાવાદ: ટ્રાફિક બંદોબસ્ત, પાસપોર્ટ, વોરંટ બજવણી સહિતની માહિતી આપતું 'તર્કશ' એપ્લિકેશન લોન્ચ

અમદાવાદ ખાતે ‘તર્કશ’ એપ્લિકેશન થઈ લોન્ચ, ગુન્હેગારોની તમામ માહિતી એક જ ફોર્મમાં

Update: 2021-12-02 11:27 GMT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ તર્કશ એપ્લિકેશન, સ્વાગત કક્ષ તથા નવનિર્મિત આર્થિક ગુના નિવારણ શાખા અને પોલીસ કેન્ટીન બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયો.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ગાયકવાડ હવેલી ખાતે શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ તર્કશ એપ્લિકેશન, સ્વાગત કક્ષ તથા નવનિર્મિત આર્થિક ગુના નિવારણ શાખા અને પોલીસ કેન્ટીન બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત શાંતિ, સલામતી અને સુરક્ષા માટે સમગ્ર દેશમાં અવ્વલ નંબરે છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી 'તર્કશ' એપ્લિકેશનના માધ્યમથી પોલીસ વિભાગની કામગીરી ખુબ ઝડપથી અને સરળતાથી કરી શકાશે. રાજ્યના નાગરિકો પણ ભવિષ્યમાં પોતાને થયેલા અન્યાય અને ચોરીની ઘટના કે અન્ય ગુનાઓ માટે આ એપ પર સીધી ફરિયાદ નોંધાવી શકશે. તર્કશ એપ્લિકેશનમા બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ, લો એન્ડ ઓર્ડર, કોર્ટની કાર્યવાહીની વિગતો, ગુનેગારની વિગતો જેવી પોલીસ વિભાગ સાથે સંકળાયેલ અનેક કામગીરીની વિગતો આપવામાં આવી છે. જેનાથી પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી વધુ ઝડપથી અને સરળતાથી પાર પડી શકશે. સાથે જ ગુનેગારને ઝડપી પાડવામાં પણ આ એપ્લિકેશન ખુબ ઉપયોગી સાબિત થશે. તથા કોર્ટ સાથે સંકલન થવાથી પેપરલેસ કામગીરી થશે.

Tags:    

Similar News