અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન

નાથ નીકળશે નગરચર્યા એ ! જગન્નાથમંદિરે તડામાર તૈયારી શરૂ.

Update: 2021-07-01 10:13 GMT

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સસ્પેન્સ યથાવત છે ત્યારે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે સરકાર જે ગાઇડલાઇન આપશે તે પ્રમાણે રથયાત્રા નીકળશે.

અમદાવાદમાં 12 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા છે ત્યારે આ રથયાત્રાને હજી અમદાવાદ પોલીસની મંજૂરી મળી નથી અને અસમંજસ ની સ્થિતિ છે ત્યારે આ રથયાત્રાને લઇ મોટા સમાચાર આવ્યા છે. આગામી રથયાત્રાને લઈ મંદિરમાં તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રાને લઈ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જે ગાઇડલાઇન આપશે તે પ્રમાણે રથયાત્રા નીકળશે.

દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, રથયાત્રા માટે અમદાવાદ પોલીસ કમિશનરમાં પરમિશન માંગી છે. હજુ સુધી રથયાત્રાને લઇ સરકારે કોઈ બાંહેધરી આપી નથી. સરકાર અત્યારે ત્રણ એક્શન પ્લાન બનાવી રહી છે. જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે, જેથી કરીને લોકોની ભીડ એકત્રિત ન થાય અને સંક્રમણ નો ડર ન રહે મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મંદિરમાં લોકો મગનો પ્રસાદ અર્પણ કરવા માટે આવે છે. સાથે જ દોઢસો જેટલા ખલાસીઓ વેક્સિનેશન સાથે રથખેંચવા માટે જોડાય તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે.

ગતવર્ષે રથયાત્રાને લઇ છેવટ સુધી સસ્પેન્સ રહ્યું હતું અને રથયાત્રા નીકળી ના હતી પણ પરંતુ હવે મોટા ભાગના લોકો વેક્સિન લીધી હોવાના કારણે એવું અનુમાન લગાવી રહી છે કે માત્ર ખલાસી અને મંદિર ટ્રસ્ટ તેમજ મંદિરના સેવકો સાથે રથયાત્રા નીકળે મહત્વનું છે કે સવારના સાત વાગ્યાથી લઈને ચાર કલાકમાં રથયાત્રા નિર્ધારિત રૂટ ઉપરથી પસાર થઈ શકે છે અને બોપોરના 12 વાગ્યા સુધીમાં નિજ મંદિર પરત ફરી શકે તેવી તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર જે સૂચના મુજબ રથયાત્રાની મંજૂરી આપશે એ પ્રમાણે જ રથયાત્રા નીકળશે.

Tags:    

Similar News