અમદાવાદ: વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા મેગા લોક દરબારનું આયોજન,જુઓ શું લેવાયા મહત્વના નિર્ણય

વ્યાજખોરો વિરુદ્ધ અમદાવાદ પોલીસનું અભિયાન ચલાવવામાં આવી રહી છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું છે.

Update: 2023-01-27 11:03 GMT

વ્યાજખોરો વિરુદ્ધ અમદાવાદ પોલીસનું અભિયાન ચલાવવામાં આવી રહી છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાજખોરીના ખપ્પર માંથી જનતાને બહાર કાઢવા પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું

Full View

અમદાવાદ કમિશનરે વ્યાજખોરો સામે પગલા લેવા કડક સૂચના આપી હતી. જેમાં વ્યાજખોરોના આતંકને ડામવા પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે.અત્યાર સુધી શહેરમાં 47 ગુના વ્યાજખોરો સામે નોંધાયા છે. જેમાં કુલ 70 આરોપીઓની ધરપકડ આવી છે. શહેરમાં કુલ 122 અરજીઓ નોંધાય છે જેમાં 54 જેટલા લોકદરબારમાં 3730 લોકો હાજર રહ્યા હતા.ફરિયાદીને સરળતાથી નાણાં મેળવવા માટે પી.એમ.ની યોજના હેઠળ સ્ટ્રીટ હોકર્સ હેઠળ લોન આપી છે.કોર્પોરેશન મારફતે 09 જેટલી બેન્ક જોડાયેલી છે. કોર્પોરેશનની અધ્યક્ષતામાં નાના વેપારીઓને લોન આપવામાં આવશે. આ લોક દરબારમાં શહેરના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

લોક દરબારમાં જોડાયેલ બેંકના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાયા છે તેને બહાર લાવવા અમે નાની લોન આપીએ છીએ અહી ૧૦ હજારથી ૧૦ લાખની લોન સેક્સન કરવામાં આવે છે માત્ર સીમિત ડોક્યુમેન્ટથી આ લોન સરળતાથી મળી શકે છે.તો વ્યાજદર પણ બહુ ઓછો હોય છે સરકારના સહયોગથી આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News