અમદાવાદ: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પ્રસાદનું માઈક્રો મેનેજમેન્ટ, એક મહિનાનું મેનૂ કરાયુ નક્કી

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે

Update: 2022-12-21 12:03 GMT

અમદાવાદમા આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પ્રસાદનું માઈક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં એક મહિનાનું મેનુ મહંત સ્વામી અને સંતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે ત્યારે હરિભક્તો માટે પ્રસાદમનું માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે.પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આ એક મહિનાનું મેનુ મહંત સ્વામી અને સંતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેમાં જાત જાતના અને ભાત ભાતના ભોજનનો રસ થાળ હરિભક્તોને પીરસવામાં આવે છે.છેલ્લા એક વર્ષથી દેશભરમાંથી હરિભક્તો અહીં અનાજ શાકભાજી તેલ ઘી અને મસાલાની સેવા આપી રહ્યા છે.. જોકે આ રસોડું એકદમ હાઇટેક બનાવવામાં આવ્યું છે માત્ર એક કલાકની અંદર 2000 રોટલી ભાખરી સ્ટફ પરોઠા તૈયાર કરવામાં આવે છે જેમાં તમામમાં મશીનનો ઉપયોગ થાય છે.

દરરોજ સતત ૧૩ કલાક સુધી આ રસોડું ધમધમે છે જોકે આ હાઈટેક રસોડામાં આવશો તો તમને ના તો ગરમીનો અહેસાસ થશે અને ના તો આંખો પડશે કારણકે તેના માટે અહીં બોઇલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં દરરોજ 20 ટન લાકડું વપરાય છે.40 ટન શાકભાજી, 40 ટન દાળ, અહીં પ્રેમવતી પ્રસાદમ માટે જે નાસ્તાની સેવા હોય છે જેમાં 250 કિલો લોટનો નાસ્તો એક સાથે બની શકે તેવા મશીન વપરાય છે.અહીં ફરસાણમાં ડાકોર જેવા ગોટા એક કલાકમાં 60 કિલો તૈયાર થાય તે રીતના મશીનનો ઉપયોગ કરવામાં આવી રહયો છે.

Tags:    

Similar News