અમદાવાદ : સાબરમતીની સફાઇ માટે કરોડો રૂપિયાનું આંધણ, નદીની હાલત જૈસે થે

રાજયમાં સાબરમતી, તાપી અને નર્મદા નદીની સફાઇ માટે સરકારે નદી મહોત્સવની ઉજવણી કરી

Update: 2021-12-30 10:35 GMT

રાજયમાં સાબરમતી, તાપી અને નર્મદા નદીની સફાઇ માટે સરકારે નદી મહોત્સવની ઉજવણી કરી પણ નદી મહોત્સવ કેટલો કારગર રહયો તે જાણવા સીધા જઇશું અમદાવાદ.

રાજયમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાય રહી છે જેના ભાગરૂપે તાપી, નર્મદા અને સાબરમતી નદીની સફાઇ માટે 26મીથી નદી મહોત્સવ ઉજવાય રહયો છે. અમદાવાદની સાબરમતી નદીની સફાઈ માટે મોટી જાહેરાતો કરવામાં આવી અને કાર્યક્રમ પણ કરવામાં આવ્યા પણ માત્ર 2 દિવસ બાદ સાબરમતી નદીની વાસ્તવિકતા સામે આવી છે કરોડો રૂપિયાના ધુમાડા બાદ પણ નદીનો એક ભાગ જંગલી વેલથી ભરાઈ ગયો છે ત્યારે રાજ્ય સરકાર અને એએમસીના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે.

થોડા દિવસ પહેલા રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ મંત્રીઓની હાજરીમાં નદીના શુદ્ધિકરણ માટે મોટા પાયે કાર્યક્રમ કરવામાં આવ્યો. માત્ર 4 દિવસમાં આ સફાઈ અભિયાનનો ફિયાસ્કો થઇ ગયો અને સફાઈ અભિયાન બાદ અત્યારે નદીના કેટલાક ભાગમાં જંગલી વેલ ફેલાઈ રહી છે માત્ર જંગલી વેલ નહિ જ પણ પ્લાસ્ટિકનો કચરો પણ નદીની શોભા બગાડી રહ્યો છે જે જગ્યાએ કચરો અને જંગલી વેલ છે ત્યાં કોઈ સફાઈ કર્મચારી કે કોઈ સફાઈ માટેના મશીન નજરે પડયાં નથી. આમ ચાર દિવસથી ચાલી રહેલા નદી મહોત્સવની સફળતા અંગે સવાલો ઉભા થયાં છે.

Tags:    

Similar News