અમદાવાદ: રાત્રિ વેકસીનેશનનો રાજ્યમાં સૌ પ્રથમ વખત પ્રયોગ, 60 લોકોને મૂકવામાં આવી કોરોના રસી

અમદાવાદ મહાનગર પાલિકાનો નવતર અભિગમ, રાત્રિ વેકસીનેશનનો પ્રારંભ.

Update: 2021-08-11 10:34 GMT

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર રાત્રિ વેકસીનેશનનો પ્રયગો કરવામાં આવ્યો છે જેમાં રેન બસેરામાં રહેતા લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી હતી.

સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ હચમચાવી દીધું હતું ત્યારે વેક્સિનેશન ઝડપી બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા જેથી કંઈક અંશે કાબુ લાવી શકાય ત્યારે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલા અમદાવાદ કોર્પોરેશન દ્વારા રેનબેસરામાં રહેતા લોકો માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ ખોખરા વિસ્તારમાં રાત્રીના સમયગાળામાં વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું છે જેથી દિવસ દરમિયાન લોકો રોજગારી મેળવવા જતા હતા એ લોકો રાત્રે પરત આવી વેક્સીન મેળવી શકે તે માટે ખોખરાના ચાર ઓવરબ્રિજની નીચે રહેતા લોકોને અમદાવાદના મેયર કિરીટ પરમારની હાજરીમાં વેક્સિન આપવામાં આવી હતી. બે કલાકની ખાસ વેક્સીન દ્રાઇવ યોજાઈ હતી જેમાં મંગળવારે રાત્રે 7 વાગ્યા થી 9 વાગ્યા સુધી આ ખાસ રેનબસેરામાં રહેતા 60 જેટલા લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.

Tags:    

Similar News