અમદાવાદ: ONGC યુનિટોમાં છેલ્લા બે વર્ષથી ચોરી સહિતના બાનવ ન બનતા ગ્રામ્ય પોલીસને કરાય સન્માનીત

અમદાવાદ ના ગ્રામ્ય વિસ્તારમાં ONGC ના યુનિટોમાં છેલ્લા બે વર્ષમાં કોઈ જ પ્રકારની ચોરી કે અન્ય કોઈ ઘટના બની ન હતી

Update: 2022-04-09 06:32 GMT

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આવેલ ONGC ના યુનિટો માં છેલ્લા બે વર્ષ માં કોઈ ચોરી કે અન્ય અઘટિત બનાવ બનેલ નથી અને ONGC ને જ્યારે જ્યારે પોલીસ મદદ અને સહકાર જિલ્લામાંથી પૂરતો મળેલ છે તેમજ તેના સિક્યુરિટી લાયઝનીંગ અને મોકડ્રિલ વગેરેમાં બેસ્ટ પર્ફોમન્સ પર્ફોમન્સ આપવા બદલ આજ રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટીયા ના હસ્તે વિરેન્દ્રસિંહ યાદવ તથા વિવેકાનંદનગર પો સ્ટે નાં પી.આઈ વાય.બી ગોહિલ LCB PSI પાવરા પ્રશંસાપત્ર આપવામાં આવેલ છે જેથી પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે.

થોડા સમય પહેલાની વાત કરીએ તો અમદાવાદ ના ગ્રામ્ય વિસ્તારમાં ONGC ના યુનિટોમાં છેલ્લા બે વર્ષમાં કોઈ જ પ્રકારની ચોરી કે અન્ય કોઈ ઘટના બની ન હતી જેના કારણે પોલીસ વડા આશિષ ભાટિયાના હાથે તેમને એવોર્ડ આપવામાં આવ્યા અને પોલીસને સન્માનિત કરવામાં આવ્યા છે. આ ચોરીના બનાવ અટકાવમાં સફળતા એટલા માટે મળી છે કારણકે સિક્યુરિટી લાઈઝનિંગ અને મોકડ્રિલ સતત કરતા રહેતા હતા તેથી આજે આ ચોરીની ઘટનાઓ બચાવી શકાય છે. અનેકવાર એવું પણ બનેલું છે કે ONGC ની પાઇપ લાઈનમાં ભંગાણ પાડી અને ચોરી કરતા હોય એવું અનેકવાર બનાવો સામે આવ્યા છે તેવા બનાવ છેલ્લા ઘણા સમયથી અટકી ગયા છે. જેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસ ને સન્માનિત કરવામાં આવી છે.

Tags:    

Similar News