અમદાવાદ: મહિલા દિવસે શરૂ થઈ પિન્ક કેબ્સની સુવિધા,જુઓ શું છે વિશેષતા

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદને મોટી સુવિધા મળી છે.

Update: 2022-03-08 10:34 GMT

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદને મોટી સુવિધા મળી છે. શહેરમાં મહિલાઓ પોતાને સલામત સમજે તે માટે પિન્ક લેડી કેબ્સની શરૂઆત કરવામાં આવી આ કેબ્સની વિશેષતા તે છે કે આ કારની બધી ડ્રાઈવર મહિલાઓ અને યુવતીઓ છે

આજના યુગમાં મહિલાઓ પુરુષ સમોવડી બની છે અને મહિલાઓ યુવતીઓ નોકરી કરે છે તો કોઈ બિઝનેશ વુમન છે ત્યારે રાજ્યના મહાનગર અમદાવાદમાં રાજય અને રાજ્ય બહારથી અનેક મહલાઓ યુવતીઓ પોતાના સપના પૂર્ણ કરવામાં આવે છે નાઈટ શિફ્ટમાં નોકરી કરતી મહિલાઓ અથવા એકલી મહિલાઓ પોતાના ઘરે કે વર્કિંગ સ્પોટ પર જાય છે ત્યારે અનેક ના બનવાની ઘટનાઓ બને છે

મહિલાની એકલતાનો લાભ લઇ અસામાજિક તત્વો ફાયદો ઉઠાવે છે ત્યારે અમદાવાદની ખાનગી એનજીઓ દ્વારા પિન્ક કેબ્સની શરૂઆત કરવામાં આવી છે આ કેબ્સ મહિલા ડ્રાઈવર ચલાવશે માત્ર ડ્રાઇવિંગ નહિ આ મહિલા ડ્રાઇવરોને સલામતી કઈ રીતના કરવી કોઈ ઈન્જર્ડ થાય તો સારવાર કેમ કરવી તેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે મહિલા મુસાફરો સાથે કેમ વર્તન કરવું મહિલાને તેમના ઘર સુધી કેવી રીતના પોંહચાડવા તે દરેક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે આ કેબ્સ માં નેપકીન સૅનેટાઇઝર માસ્ક વોટર બોટલ જેવી સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવી છે.

Tags:    

Similar News