અમદાવાદ : રથયાત્રામાં પોલીસ જવાન બોડી વોર્ન કેમેરાથી રહેશે સજ્જ, આસમાનથી ત્રીજી નજરનું કવચ પણ કાર્યરત

શહેરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.

Update: 2022-06-24 11:11 GMT

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. આ દરમ્યાન કુલ 25 હજાર જેટલા પોલીસ જવાનો, અધિકારીઓ, પેરા મિલેટ્રી ફોર્સ અને SRP કંપની મળીને સમગ્ર રથયાત્રા પર નજર રાખશે.

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે રથયાત્રાની વિશેષ જવાબદારી અમદાવાદ પોલીસ તંત્રના શિરે હોય છે કે, આ રથયાત્રા સહી સલામત નિજ મંદિર પરત ફરે, ત્યારે આ વર્ષે રથયાત્રા માટે ફુલપ્રુફ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 વર્ષથી રથયાત્રા ભક્તો વગર નીકળી હતી, તેથી આ વર્ષે ભક્તોની ભીડના કારણે 25 હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. આ સાથે જ આઇજી, ડીઆઈજી કક્ષાના 9 અધિકારીઓ, એસીપી કક્ષાના 86 અધિકારીઓ, પીઆઈ અને પીએસઆઇ સહિત હોમગાર્ડ, બીડીએસ અને ડોગ સ્કોડ પણ કાર્યરત રહેશે. તો આતંકી હુમલા જેવી સ્થિતિ ખાળવા એટીએસ અને શહેર પોલીસ સાથે સંકલન કરી રહી છે. એટલું જ નહીં, સીસીટીવીથી આખી રથયાત્રાનું મોનીટરીંગ પણ કરવામાં આવશે. તો બીજી તરફ, આ વર્ષે રથયાત્રામાં ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરવામાં આવશે, છેલ્લા 2 મહિનાથી ડ્રોન દ્વારા શહેર પર નજર રાખવામાં આવી રહી છે. તો રથયાત્રા દરમિયાન કોઈ અસામાજિક તત્વો પોતાના ઈરાદા પાર ન પાડે તે માટે 2500 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો તૈનાત રહેશે. આ બોડી વોર્ન કેમેરાથી લાઈવ ફીડ કંટ્રોલ રૂમને મળશે 

Tags:    

Similar News