અમદાવાદ : રથયાત્રા પહેલા પોલીસનું તાબડતોડ મંદિરથી 19 કિલોમીટરનું રિહર્સલ..

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે.

Update: 2022-06-28 08:56 GMT

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર અમદાવાદમાં ઐતિહાસિક ક્ષણ હોય છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સંવેદનશીલ હોઈ છે ત્યારે આજે સમગ્ર 19 કિમીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું .

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. આજે જમાલપુર સ્થિત મંદિરથી 19 કિમીના રૂટ પર સમગ્ર પોલીસ તંત્રનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહીત JCP, DCP, ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. તો સમગ્ર રૂટ પર RAF અને BSFની પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અને મંદિરના વ્યવસ્થાપન સમિતિ સાથે અનેક બેઠકો યોજાઈ રહી છે.

પોલીસ સાથે SRPF, BSF ઉપરાંત બોડી વોર્ન કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર યાત્રા પર બાજ નજર રાખવામાં આવશે.અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જણાવ્યું કે રિહર્સલ કરવાનું કારણ છે કોઈ ખામી હોઈ તો તેને સુધારવા માટે સમય મળે, રથયાત્રાના રૂટ પર બેરિકેડ લગાવવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વિઝીટ કરશે.

Tags:    

Similar News