અમદાવાદ : મુસ્લિમ બિરદારોનું ઈદ-ઉલ-અઝહા, જુમ્મા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં નમાજ અદા કરાઇ

આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર દિવસ છે. રાજ્યમાં અને અમદાવાદની જુમ્મા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી.

Update: 2022-07-10 09:01 GMT

આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર દિવસ છે. રાજ્યમાં અને અમદાવાદની જુમ્મા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. તમામ મુસ્લિમ ભાઈઓ દ્વારા દેશમાં ભાઈચારો રહે અને કોમી એકતા સાથે તમામ તહેવારો ઉજવાય તેવી દુઆ કરવામાં આવી છે.

આજે ઇદનો તહેવાર હોવાથી અમદાવાદની જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ઈદની શુભકામના પાઠવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. જેમાં જુમ્મા મઝિદ ખાતે અંદાજે 300 જેટલા મુસ્લિમ ભાઈઓ દ્વારા આ નમાઝ અદા કરવામાં આવી છે. આજે ઇદનો તહેવાર હોવાથી જુમ્મા મસ્જિદ આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો સવારે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. અને સાથે સાથે ઈદનો તહેવાર કેમ ઉજવાય છે અને કુરબાની કેમ આપવી પડે છે તે બાબતે મસ્જિદના મૌલવી દ્વારા વ્યકતવ્ય આપવામાં આવ્યું હતું . અમદાવાદની અલગ અલગ મસ્જિદોમાં પણ આજે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી.

Tags:    

Similar News