અમદાવાદ : રથયાત્રા માટે પોલીસતંત્ર સજજ, બંદોબસ્તને અપાઇ રહયો છે આખરી ઓપ

સરકાર તરફથી હજી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી, ગન્નાથજીની રથયાત્રા માટે ચાલી રહી છે તૈયારીઓ.

Update: 2021-07-08 10:13 GMT

ગત વર્ષે કોરોનાના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ નીકળી હતી પણ આ વર્ષે રથયાત્રા શહેરમાં ભ્રમણ કરે તેવું આયોજન કરાય રહયું છે. સરકારે હજી સત્તાવાર મંજુરી આપી નથી પણ પોલીસતંત્રએ બંદોબસ્ત ગોઠવવાની શરૂઆત કરી દીધી છે.

અમદાવાદમાં પોલીસ વિભાગની ચહલપહલ જોતાં રથયાત્રા નીકળે તે લગભગ નકકી થઇ ગયું છે. સરકારે ભલે સત્તાવાર જાહેરાત નથી કરી પણ મુક રીતે પરવાનગી આપી દીધી હોય તેમ લાગી રહયું છે. અંતિમ ઘડીએ સરકાર રથયાત્રાને મંજુરી આપે તો રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવ રાખવા પોલીસ તંત્ર તૈયારીઓને આખરી ઓપ આપી રહયું છે.

ઓરિસ્સાના પુરી બાદ બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી. આ વર્ષે રથયાત્રાને લઇ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. રથયાત્રાને અનુલક્ષી બંદોબસ્તમાં 10 હજારથી વધારે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. હાલ જગન્નાથજી મંદિર ખાતે લોખંડી બંદોબસ્ત જોવા મળી રહયો છે. 

Tags:    

Similar News