અમદાવાદ 'ઋષિ ભારતીને ગ્રામ્ય કોર્ટની રાહત, ધરપકડ પહેલા નોટિસ આપવા પોલીસને સૂચના

અમદાવાદ સરખેજ સ્થિત ભારતી આશ્રમ વિવાદમાં ઋષિ ભારતીને જિલ્લા ગ્રામ્ય કોર્ટે તરફથી રાહત મળી છે.

Update: 2022-05-26 07:56 GMT

મહામંડલેશ્વર ભારતી બાપુ ના નિધન બાદ તેમની ગાદી અને મિલકત માટે મોટો વિવાદ સર્જાયો છે ત્યારે અમદાવાદ સરખેજ સ્થિત ભારતી આશ્રમ વિવાદમાં ઋષિ ભારતીને જિલ્લા ગ્રામ્ય કોર્ટે તરફથી રાહત મળી છે. ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યોં છે કે, 'ઋષિ ભારતીજી સામે એફ.આઈ.આર. નોંધાય તો તાત્કાલિક ધરપકડ ન કરવામાં આવે,

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સરખેજ ભારતી આશ્રમ વિવાદ સંદર્ભે ઋષિ ભારતીજીએ કરેલ આગોતરા જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે આ અંગે ગ્રામ્ય કોર્ટે હુકમ કર્યો છે કે, એફ.આઈ.આર નોંધાયાના સાત દિવસ સુધી ઋષિ ભારતીજીની ધરપકડ ન કરવામાં આવે, જો પોલીસે તેમની ધરપકડ કરવાની થાય તો એના સાત દિવસ અગાઉ ઋષિ ભારતીજીને નોટિસ આપવાની રહેશે'.ઋષિ ભારતીજીએ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજીમાં તેઓ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માં સંડોવાયેલ ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત સરખેજ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરતા હોવાથી અરજી માં રજુઆત કરાઈ હતી. જોકે બીજી તરફ આ મામલે સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, આરોપી સામે હજુ સુધી ગુનો નથી નોંધાયો, માત્ર અરજી જ થઈ છે ઋષિ ભારતીજી સામે હરિહરાનંદ બાપુએ આરોપ લગાવ્યો છે કે તેમણે ખોટું વીલ બનાવ્યું છે અને સરખેજ આશ્રમ પર કબ્જો કરેલ છે 

Tags:    

Similar News