અમદાવાદ : "ચુપ રહો, વરના ગોલી માર દુંગા" કહી રૂ. 11.50 લાખની લૂંટ ચલાવનાર ચડ્ડી-બનિયાનધારી ગેંગ ઝડપાય...

ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 સાગરીતોની ધરપકડ, રૂ. 11.50 લાખની ચોરી કરી થઇ ગયા હતા પલાયન

Update: 2022-10-18 08:55 GMT

અમદાવાદમાં છેવાડાના વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી લૂંટ અને ચોરીના બનાવોને અંજામ આપનાર ચડ્ડી બનિયાનધારી ગેંગના મુખ્ય આરોપી સહિત 3 સાગરીતોની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ગીરફ્તમાં ઉભેલા આરોપી શૈલેષ ભાભોર, મલ સીંગ બારીયા અને આશીષ પંચાલે ગત તા. 21મી સપ્ટેમ્બરે લૂંટ ચલાવી હતી. કણભાના બિલાસીયા ગામની સીમમાં આવેલ નંદનબાગ સોસાયટીમાં મકાનના દરવાજાનો નકુચો તોડીને મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં દંપતીને ગોળી મારી દેવાની ધમકી આપીને કહ્યુ હતુ કે, 'ચુપ રહો વરના ગોલી માર દુંગા.' ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને 2 લાખ રોકડા સહિત રૂપિયા 11 લાખ 50 હજારની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. પોલીસને બાતમી મળતા પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં આરોપીઓએ આ સિવાય અમદાવાદ રીંગરોડ, ઉંઝા, મોડાસા, મહેસાણા અને ઉત્તરસંડામાં પણ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 10 ગ્રામ સોનાની લગડી પણ જપ્ત કરી છે.

આ આરોપીઓ મોટાભાગે એવા મકાનને ટારગેટ કરતાં હતાં કે, જ્યાંથી ચોરી કર્યા બાદ ખુલ્લા ખેતરોમાંથી પલાયન થઇ જવાય, જ્યારે મુખ્ય આરોપી શૈલેષ ભાભોર અગાઉ 16 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં પકડાય ચુક્યો છે, જ્યારે 5 ગુનામાં તે વોન્ટેડ હતો.

Tags:    

Similar News