અમદાવાદ : જમાલપુરમાં કુખ્યાત ગુનેગારના મકાન પર ફરી વળ્યું તંત્ર બુલડોઝર, ગુજસીટોક હેઠળ કાર્યવાહી...

અમદાવાદ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે JCB અને બુલડોઝરથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Update: 2022-10-13 10:33 GMT

યુપીમાં અસામાજિક તત્વો અને ગુનેગારો સામે બુલડોઝર ચાલી રહ્યું છે, ત્યારે હવે અમદાવાદ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે JCB અને બુલડોઝરથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Full View

અમદાવાદ સાહેર રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, ત્યારે શહેરના જમાલપુર વિસ્તારમાં ગુજસીટોક હેઠળ આરોપીના ઘરે મેગા ડિમોલેશન હાથ ધરી મકાનને જમીન દોષ કરી નાખવામાં આવ્યું છે. અહી અસમાજીક તત્વો અને ગુનેગારો પોલીસ તંત્રને અનેક વાર પડકાર ફેકતા હોય છે, ત્યારે હવે શહેર પોલીસ અને સ્થાનીય તંત્ર દ્વારા આવા અસામાજીક તત્વોને કાબુમાં રાખવા અને ડર ઊભો કરવા JCB અને બુલડોઝરની મદદ લેવામાં આવી રહી છે. અનેક ગુનેગાર ગેરકાયદેસર દબાણ કરે છે. તેવામાં જમાલપુર વિસ્તારમાં રહેતા કુખ્યાત ગુનેગાર અને ગુજસીટોકના આરોપી શરીફ ખાનના ઘરે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી. સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એએમસીની ટીમોએ કુખ્યાત આરોપીના ઘરને જમીન દોષ કરી દીધું હતું, અને આસપાસ કરેલ ગેરકાયદેસર દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા. આરોપી પર હત્યા, છેડતી, લૂંટ અને ધાક-ધમકી સહિતના 28 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. મેગા ડિમોલેશન સમયે કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે 3 ડીસીપી અને 100થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આરોપીના તમામ સભ્યો પર ગુજસીટોક લગાવવામાં આવી છે. આરોપી એક ગેંગ બનાવી ગુનાઓ આચારતા હતા. આમ અમદાવાદ પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ આ પ્રકારે જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા સંકેતો આપવામાં આવ્યા છે. જેના કારણે અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Tags:    

Similar News