અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ વધતા સરકારની ચિંતામાં વધારો,વધુ ટેસ્ટ કરવા આપી સૂચના

ગુજરાતમાં 152 દિવસ બાદ કોરોનાના કેસ 60ને પાર થયા છે. ગત 8 જુલાઇ બાદ મંગળવારે રાજ્ય સરકારે આપેલો કોરોનાના દૈનિક કેસનો આંકડો 60 ને પાર થઇ ગયો છે.

Update: 2021-12-08 12:05 GMT

ગુજરાતમાં 152 દિવસ બાદ કોરોનાના કેસ 60ને પાર થયા છે. ગત 8 જુલાઇ બાદ મંગળવારે રાજ્ય સરકારે આપેલો કોરોનાના દૈનિક કેસનો આંકડો 60 ને પાર થઇ ગયો છે. જેને કારણે ગુજરાત સરકારની ચિંતા વધી છે અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે

મંગળવારે ગુજરાતમાં કોરોનાના 61 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. સોમવારે કોરોનાના 38 કેસ નોંધાયા હતા. આમ, એક જ દિવસમાં કોરોનાના કેસમાં પચાસ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જે ઓમિક્રોનની આફત વચ્ચે ચિંતાજનક છે. ઓમિક્રોનના ડર વચ્ચે રાજ્ય આરોગ્ય વિભાગે શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ પ્રમાણમાં એન્ટીજન-આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવા આદેશ આપ્યો છે. હવે વાયબ્રન્ટ ગુજરાત સમિટને પણ થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરકાર ચિંતાતુર બની છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સહિત અન્ય શહેરોના મ્યુનિસિપલ કમિશનરને કોરોનાના ટેસ્ટ વધુ ને વધુ થાય તે માટે સૂચના આપી છે.

Tags:    

Similar News