અમદાવાદ : એસ્ટ્રલ પાઇપ્સ સહિત રત્નમણિ મેટલ્સ પર ઇન્કમટેક્સ વિભાગની તવાઈ

અમદાવાદ શહેરમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સ પર તવાઈ બોલાવવામાં આવી છે.

Update: 2021-11-24 03:41 GMT

અમદાવાદ શહેરમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સ પર તવાઈ બોલાવવામાં આવી છે.આ સાથે જ અમદાવાદમાં 25 અને ગુજરાત બહાર 15 જેટલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં 150 જેટલા અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે.

મળતી માહિત અનુસાર, ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદ શહેરની 2 જાણીતી કંપનીઓમાં દરોડા પાડ્યા છે. જેમાં એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સમાં આયકર વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. જોકે, એસ્ટ્રલ પાઈપ્સની સિંધુ ભવન ઓફિસ પર રેડ દરમ્યાન ચુસ્ત પોલીસ કાફલો તહેનાત કરાયો છે. ઇન્કમટેક્સના 150થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. આ સાથે જ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં આવેલ કંપનીનાં વિવિધ સ્થળોએ પબ તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં 25 અને ગુજરાત બહારના 15 જેટલા સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, દરોડા દરમ્યાન આયકર વિભાગના અધિકારીને રૂપિયા 1 કરોડ જેટલી રોકડ રકમ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

Tags:    

Similar News