અમદાવાદ : 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો હવે ફ્રેબુઆરીમાં આવશે

અમદાવાદ શહેરને 2008માં ધણધણાવી દેનારા બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો હવે ફેબ્રુઆરી મહિનામાં આવશે.

Update: 2022-01-07 09:59 GMT

અમદાવાદ શહેરને 2008માં ધણધણાવી દેનારા બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો હવે ફેબ્રુઆરી મહિનામાં આવશે. 14 વર્ષથી ચાલતાં આ કેસમાં અંતિમ સુનાવણી પુર્ણ થઇ ચુકી છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 2008ની સાલમાં બોંબ બ્લાસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ કેસ અમદાવાદની કોર્ટમાં ચાલી રહયો છે. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે, 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના 77 આરોપીઓ સામેના કેસમાં 14 વર્ષે ફાઈનલ દલીલી પૂર્ણ થઈ છે. આ કેસમાં આજે સુનવણી હતી પરંતુ હવે સ્પેશીયલ કોર્ટે ચુકાદો આગામી ફેબ્રુઆરી મહિનામાં આપવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ અન્ય રાજ્યોની જેલમાં રહેલા યાસીન ભટકલ સહિતના આરોપીઓને સામેનો કેસ ભેગો કરવા માટે તપાસનીશ એજન્સી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદએ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. કોરોના કહેરના કારણે કોર્ટો બંધ હોવાથી બ્લાસ્ટ કેસમાં સુનાવણી બંધ રહી હતી. જો કે, વીડિયો કોન્ફરન્સથી કેસ શરૂ કરવામાં આવ્યો હતો .જેમાં આરોપીનાં બાકીની જુબાની લેવામાં આવી છે. શહેરમાં 26 જુલાઈ 2008માં થયેલા શ્રેણી બદ્ધ સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોના મોત અને 244 ઘાયલ થયા હતાં. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં બોમ્બ મુકીને બ્લાસ્ટ કરવાના ષડયંત્ર મામલે ફરિયાદ થઈ હતી. આમ કુલ 35 કેસો એક સાથે ભેગા કરી દેવામાં આવ્યાં છે. આ કેસમાં 78 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં છે. અને તેમની સામે જુદી જુદી ચાર્જ શીટ પણ કરી છે. જ્યારે 8 આરોપીઓ એવા છે કે, જેને પોલીસ હજુ શોધી રહી છે

Tags:    

Similar News