અમદાવાદ : આંતરરાજ્યમાં ચાલુ ટ્રેનમાં ચોરી કરતા સાંસી ગેંગના મુખ્ય આરોપીને રેલવે પોલીસે ઝડપ્યો

Update: 2021-09-10 08:09 GMT

અમદાવાદ રેલ્વે પોલીસે સાંસી ગેંગના મુખ્ય સૂત્રોધ્ધારની ધરપકડ કરી છે. આરોપી આંતરરાજ્યમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કરતો હતો. આંતરરાજ્ય ચોરીનો પર્દાફાશ થયો છે. આરોપીએ ગુજરાત સહિત અન્ય રાજ્યના કુલ 6 ગુનાઓની પણ કબૂલાત કરી છે.

ચાલુ ટ્રેન મા મદદ બહાને ચોરી કરતી સાંસી ગેંગના મુખ્ય સાગરીતની રેલવે પોલીસે ધરપકડ કરી છે.. આરોપીની હરિયાણા થી ધરપકડ કરી પૂછપરછ કરતા આંતરરાજ્ય ચોરી પર્દાફાશ થયો છે.. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે.. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કૈથલ ગામમાં આવી 20 થી વધુ ગેંગો કાર્યરત છે.. ત્યારે આરોપીની પુછપરછ મા શુ નવા ખુલાસા થાય છે.

અમદાવાદ રેલ્વે પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાજબીર સાંસી છે. જે મૂળ હરિયાણા કૈથલનો વતની છે. રાજબીર પોતાની ગેંગ સાથે રેલ્વેમાં ચોરીને અંજામ આપ્યો હતો. રાજબીર ટ્રેનમાં મુસાફરીમાં રેકી કરી લેતો અને જે મુસાફર પોતાનો સામાન વધુ સાચવતો હોય તેને મદદ બહાને ટાર્ગેટ કરતો.

રાજબીર અને તેની ગેંગના સાગરિતો 4-5 સભ્યોના ગેંગ બનાવી ચોરીને અંજામ આપતા. આરોપીની પૂછપરછ કરતા અમદાવાદ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકના અલગ અલગ કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જોકે ચોરીમાં મદદગારી કરનાર અન્ય આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

રાજબીર અને તેની ગેંગના સાગરિતો ચોરી કરવામા એટલા માહિર હતા કે, તેઓ બેગની ચેન બ્લેડ વડે ખોલી. ચોરી કરી તેને બંધ કરી દેતા. પરંતુ જ્યારે મુસાફર ઘરે જતો ત્યારે તેને ચોરી થયાની ખબર પડતી. સાંસી ગેંગ એક સાથે 3 જેટલી ચોરીને અંજામ આપતી. આ ગેંગને પકડવા જતા પોલીસ પર ફાયરિંગ કર્યું બનાવો પણ સામે આવ્યા છે.

મહત્ત્વની વાત એ છે કે સાંસી લોકોનું આખુ ગામ ચોરી સાથે સંકળાયેલુ છે અને મોટાભાગના આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીની પૂછપરછ બાદ શુ ખુલાસો થાય છે.

Tags:    

Similar News