અમદાવાદ: આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં સક્રિય થવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે આમ આદમીમાં પાર્ટીમાં એક સાંધે અને તેર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે.

Update: 2021-09-06 16:33 GMT

આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં સક્રિય થવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે આમ આદમીમાં પાર્ટીમાં એક સાંધે અને તેર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે.આમ આદમી પાર્ટીના અંદાજિત 50થી વધારે કાર્યકરો ગોરધન ઝડફિયા અને ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.અગાઉ પણ આમ આદમી પાર્ટી દ્વારા 17 જેટલા કાર્યકર્તાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે ક્યાંકને ક્યાંક કાર્યકર્તામાં નારાજગી જોવા મળી હતી.આમ આદમી પાર્ટીના નેતા બટુકભાઈ અને સાથી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો કોબા કમલમ ખાતે ભાજપ દ્વારા કાર્યકરોને પાર્ટીમાં આવકાર આપવામાં આવ્યો હતો.ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા એ જણાવ્યું કે સુરતમાં થોડી સીટ જીતી જવાથી ગુજરાત જીતી શકતા નથી.તેના માટે કામ કરવું પડે છે.જે અત્યાર સુધી અમે ગુજરાતમાં કર્યું છે અને ગુજરાતે દેશ નહિ પણ વિદેશમાં પણ અલગ ઓળખ બનાવી છે.

Tags:    

Similar News