વિશ્વના મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરશે "અમદાવાદ", 36માં નેશનલ ગેમ્સનું કર્ટન રેઇઝર લોન્ચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આરંભેલા રમત-ગમત ક્ષેત્રે વિકાસની સુવાસના પરિણામે જ 10 વર્ષ પહેલાં ખેલ મહાકુંભમાં 11 લાખ ખેલાડીઓના રજિસ્ટ્રેશન આજે 55 લાખે પહોંચ્યું છે

Update: 2022-09-05 08:51 GMT

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 11માં ખેલ મહાકુંભના સમાપન પ્રસંગે 36માં નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરનું લોંચિંગ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આરંભેલા રમત-ગમત ક્ષેત્રે વિકાસની સુવાસના પરિણામે જ 10 વર્ષ પહેલાં ખેલ મહાકુંભમાં 11 લાખ ખેલાડીઓના રજિસ્ટ્રેશન આજે 55 લાખે પહોંચ્યું છે, ત્યારે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાયેલ 36માં નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરના કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ હતું કે, ગુજરાતના ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને પ્રદર્શનથી દેશ અને દુનિયાના નક્શા પર અમિટ છાપ છોડી છે. નેશનલ ગેમ્સના આયોજનની સાથે ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે નવા કિર્તીમાન સ્થાપિત કરશે તેવો મત તેઓએ વ્યક્ત કર્યો હતો. એક સમયે ગુજરાતી માત્ર દાળ-ભાત ખાનારા કે, વેપાર-બિઝનેસમાં જ રસ ધરાવે છે, એવી છાપ હતી. એ ગુજરાતીમાં આજે સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે, તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. વર્ષ 2010માં શરૂ કરાયેલા ખેલ મહાકુંભના પગલે ગુજરાતમાં એક આખી સ્પોર્ટિંગ કૉમ્યુનિટી તૈયાર થઈ છે. ગુજરાતના યુવા ખેલાડીઓ હવે રાજ્ય કે, રાષ્ટ્રીય કક્ષા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું કૌશલ્ય પુરવાર કરવા લાગ્યા છે.

Tags:    

Similar News