અમદાવાદ: ટ્રાફિકથી મળશે મુક્તિ,એપ લોન્ચ કરવામાં આવી

શહેરમાં સૌથી વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શહેટ ટ્રાફિક પોલીસ દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

Update: 2023-02-01 07:33 GMT

અમદાવાદ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં સૌથી વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શહેટ ટ્રાફિક પોલીસ દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં રીયલ ટાઇમ અપડેટ ગુગલ મેપ થી શહેરીજનોને શહેરમાં ટ્રાફિક અંગેની માહિતી મળી શકશે.શહેર ટ્રાફિક પોલીસ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની લાઈવ અપડેટ આપતી 'રોડ ઇઝ' નામની એક મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. જેનો ઉપયોગ કરીને શહેરીજનો ટ્રાફિક જામની સ્થિતિથી બચી શકશે. જેના કારણે વાહનચાલકોને ટ્રાફિકજામની સ્થિતિથી પરેશાન થવું નહીં પડે અને નોકરી ધંધા કે અન્ય કામે સમયસર પહોંચી શકાશે.

આ એપ્લિકેશનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ મેપમાં માહિતી આપશે. ટ્રાફિક પોલીસ વિભાગ અધિકારીઓ અને વિવિધ પોઇન્ટ પર હાજર પોલીસ જવાન આ અપડેટ આપશે. જે માટે નિષ્ણાંતો દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છેઆ એપ્લિકેશનથી રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ મળશે. ગુગલ હવે જ્યાં ટ્રાફિક હશે ત્યાંના ફોટા બતાવી ડાયવર્ઝન પણ આપશે. આ એપ રીયલ ટાઇમ અપડેટ ગુગલ મેપ થી શહેરીજનોને શહેરમાં ટ્રાફિક અંગેની માહિતી મળી શકશે. આ મોબાઈલ એપ્લિકેશન પર 10થી 15 મિનિટનો અપડેટ સાથે રીયલ ટાઇમ ગુગલ મેપથી વિગતો મળી શકશે

Tags:    

Similar News