અમદાવાદ : ફિટનેસ ટેસ્ટ બાદ અનફિટ વાહનો અલંગમાં સ્ક્રેપ થશે

CNG અને ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ વધે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા સ્ક્રેપ પોલિસી અમલમાં મુકવામા આવી છે.

Update: 2021-08-21 11:09 GMT

પર્યાવરણને થતું નુકશાન અટકાવવા તેમજ CNG અને ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ વધે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા સ્ક્રેપ પોલિસી અમલમાં મુકવામા આવી છે. રાજ્યમાં 15થી 20 વર્ષ જુના વાહનો સ્ક્રેપ પોલિસીમાં મુકવામાં આવ્યા છે. આ પ્રકારના વાહનો સ્ક્રેપ કરવાનો પ્લાન્ટ ભાવનગરના અંલગ ખાતે સ્થાપવામાં આવશે. જેમાં ગુજરાતના અમદાવાદ સહીત 7 શહેરના વાહનોને સ્ક્રેપ માટે મોકવામાં આવશે.

કેન્દ્ર સરકારની સ્કેપ પોલિસી લોન્ચ થઇ, ત્યારે 6 કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. જેનો પ્લાન્ટ ભાવનગરના અલંગ ખાતે સ્થાપવામાં આવશે. જેમાં અમદાવાદ સહિત 7 શહેરોના 2 લાખ જેટલા અનફિટ વાહનો સ્ક્રેપ કરવા માટે અંલગ ખાતે મોકલવામાં આવશે. ફિટનેસ આધારીત રાજ્યના 10 લાખથી વધારે વાહનો સ્ક્રેપમાં જવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ રાજ્યભરના વાહનો ફિટનેશ ચેક કરવા માટે 30 જેટલા ઓટોમેટ સેન્ટર પણ ઉભા કરવામાં આવશે. જેમાં અમદાવાદ, સુરત, ભૂજ ખાતે 3થી 4 લેનના સેન્ટર ઉભા કરવામાં આવશે. રાજ્યમાં તમામ અનફિટ વાહનો સ્ક્રેપિંગ માટે અલંગ ઉપરાંત 4થી 6 નાના કે, મધ્યમ સ્ક્રેપિંગ એન્ટર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. જોકે, 6 જેટલી કંપની સાથે એમઓયુ કરાતા 3 લાખ વાહનનો સ્ક્રેપ કરવાની ક્ષમતામાં વધારો થશે. રાજ્યના અંદાજિત 4.30 લાખ વાહનો અનફિટ કે, રજીસ્ટ્રેશન વિનાના છે. જેમાં 15 વર્ષ જૂની કાર અને 8 વર્ષ જુના માલવાહક વાહનોની ફિટનેસ આધારીત સ્ક્રેપમાં મોકલવામાં આવી શકે છે. જોકે, આમ કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી મુજબ રાજ્ય સરકારને પણ 13 હજાર વાહનો સ્ક્રેપમાં મોકલવાની ફરજ ઉભી થશે. આ ઉપરાંત ટ્રક, ટ્રેઇલર અને ટ્રેક્ટર જેવા 35 લાખ વાહનો ભંગારમાં મોકલવામાં આવી શકે છે. જોકે, RTO વિભાગ દ્વારા આવા વાહનોના ડેટા એકત્રિત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

Tags:    

Similar News