પેપર લીક મામલે પુરાવા મળ્યે ફરિયાદ દાખલ થશે, ચેરમેન અસિત વોરાની પ્રેસ કોન્ફરન્સ

ગૌણ સેવા પસંદગી બોર્ડ ચેરમેન અસિત વોરા ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ

Update: 2021-12-15 09:43 GMT

રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી બોર્ડ ચેરમેન અસિત વોરા ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 88 હજાર ઉમેદવારો એ હેડ કલાર્કની પરીક્ષા આપી છે, સરકારને બીજા દિવસે ટીવી મીડિયાથી અમને ખબર પડી કે પેપરલીક થયું છે. મંડળ પાસે આજદિન સુધીમાં પેપર લીક મામલે કોઈ જ ફરિયાદ આવી નથી. હાલ આ મામલે સાબરકાંઠા માં 16 ટીમો દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.અને જો ગેરરીતિ જણાશે તો કડકમાં કડક પગલાં લેવાશે. તેમજ તેણે ઉમેર્યું હતું કે, પેપરલીક થયું હોય તેવા કોઈ જ નક્કર પુરાવા અમને મળ્યા નથી, પોલીસને કોઈ પુરાવા મળશે તો મંડળ ફરિયાદ દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેખિત પરીક્ષામાં વારંવાર પેપર લીક થવાની ફરિયાદ ઉભી થતી રહી છે. ત્યારે પેપર લીકના આરોપો વચ્ચે રાજ્યનું ગૃહમંત્રાલય એક્શન મોડમાં આવી ગયું છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન અસિત વોરા સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને બેઠકમાં ગૃહમંત્રીએ કડક પગલાં ભરવા આદેશ આપ્યા છે. 

Tags:    

Similar News