ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનાર-વર્કશોપનો પ્રારંભ...

Update: 2023-01-02 15:39 GMT

મહાત્મા મંદિર ખાતે વિશેષ વર્કશોપનું આયોજન

આંતરરાષ્ટ્રીય કક્ષાનો વેટલેન્ડ સેમિનાર યોજાયો

જળપ્લાવિત વિષય ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરાયા

ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વન- પર્યાવરણ મંત્રી મૂળુ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેટલેન્ડ નિષ્ણાતો દ્વારા જળપ્લાવિત વિસ્તારને લગતા વિવિધ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ વેટલેન્ડ સેમિનાર કાર્યક્રમ અંતર્ગત આવતીકલે તા. 3થી 6 જાન્યુઆરી દરમિયાન નળ સરોવર-રામસર સાઈટ ખાતે મીઠા પાણીના જીવજંતુઓ સંલગ્ન વિષય પર તાલીમ શાળા પણ યોજાશે. જાન્યુઆરી માસ દરમિયાન યોજાનાર 4 દિવસીય વર્કશોપ આ ક્ષેત્રે વૈશ્વિક આદાન-પ્રદાન માટે મહત્વનું યોગદાન આપશે.

વેટલેન્ડ વિકાસ અને જળચર પક્ષીઓના સંવર્ધન અને સુરક્ષા માટે વધુ શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે કરી શકીએ તે અંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી તેમની આગેવાનીમાં વેટલેન્ડ સંરક્ષણ અને જતન માટેનું અભિયાન ગુજરાતમાં તેજ ગતિએ શરૂ થયું હતું. કુદરતી અને માનવ સર્જિત વેટલેન્ડની જાળવણી અને તેનો વિકાસ ખૂબજરૂરી છે, ત્યારે ગુજરાતમાં આ માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. આ વિષય પર સેમિનારનું આયોજન, ઉપરાંત આ વિષયની ઊંડી સમજ અને જનજાગૃતિ માટે રાજ્યની શાળાઓના બાળકોને કેળવવાના આયોજન કરવા ખૂબ જરૂરી છે, ત્યારે જ આ વિષય સંલગ્ન જાળવણી-સંરક્ષણ પર મહત્તમ કાર્ય થઈ શકે, એટલું જ નહીં, વેટલેન્ડના વિકાસ માટે વિશેષ અભિયાન શરૂ કરવા પણ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે આહવાન કર્યું હતું.

Tags:    

Similar News