અમદાવાદમાં સિમ કાર્ડ બંધ કરી સાઇબર ગઠિયાઓ અધધ.. આટલા કરોડ ઉઠાવી ગયા

કેવાયસી માટે બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની યોજનાનો સાઇબર ગઠીયાઓ ગેરલાભ ઉઠાવી નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે

Update: 2022-07-07 09:00 GMT

કેવાયસી માટે બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની યોજનાનો સાઇબર ગઠીયાઓ ગેરલાભ ઉઠાવી નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની એક ઘટના અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શહેરની એક કોટન કંપની ઓફિશિયલ મોબાઈલ નંબર હેક કરીને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ.2.39 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.

અમદાવાદના મકરબામાં રહેતા અને એસ. જી. હાઈવે પર રૂ અને દોરાની એક્સપોર્ટ કરતી કંપનીના માલિક અલ્કેશભાઇ ગાંગાણી તેમની કંપની વ્યવહાર કરવા માટે ખાનગી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં ઈન્ટરનેટ બેન્કિંગ મારફતે નાણાંકીય લેવડ દેવડ કરવા માટે અલ્કેશભાઇ પોતાનો મોબાઈલ નંબર અને પોતાનું ઈ-મેઈલ આઈડી રજીસ્ટર્ડ કરાવ્યાં હતાં.પણ રવિવારે મોબાઇલ નંબર બંધ થયાનું જાણીને તેમણે કસ્ટમર કેર માં ફોન કર્યો હતો. સામેથી જવાબ મળ્યો કે તમારો કૉલ આવ્યો હોવાથી અમે તમારું સીમ લોક કરી દીધું છે. જોકે, ફરિયાદીએ મોબાઇલ કંપની આવું કંઈ કહ્યું જ ન હતું. ત્યારબાદ તેમણે મોબાઈલની દુકાનમાં જઈને નવું સીમ કાર્ડ લઈને પોતાનો ફોન ચાલુ કરાવી દીધો હતો.બીજા દિવસે અલ્કેશભાઈને તેમના ભાગીદારે ફોન કરીને જાણ કરી હતી કે, ગઈ રાતના કંપનીના એકાઉન્ટમાંથી ઘણા બધા ટ્રાન્ઝેક્શન થયા છે. આ જાણી બેંકમાં તપાસ કરતા તેમના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર થયેલ ઇમેઇલ આઈડી પર ઘણા બધા ટ્રાન્ઝેક્શન જણાઈ આવ્યા હતા. જે તેમણે કર્યા ન હતા તેમજ કોઈ ઓટીપી પણ આપ્યો ન હતો. આ અંગે તપાસ કરતા કંપનીના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન આરટીજીએસ મારફતે જુદાં જુદાં એકાઉન્ટમાં કુલ રૂપિયા 2.29 કરોડ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે અલ્કેશભાઇ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Tags:    

Similar News