પોલીસ આંદોલન મામલે રાજ્ય સરકાર એક્શનમાં,ગૃહ રાજ્ય પ્રધાને પોલીસ પરિવાર સાથે કરી બેઠક

પોલીસ દ્વારા ગ્રેડ પે માં વધારો, રજાઓ અને કામનો નિયત સમય સહિતની વિવિધ માંગો કરવામાં આવી

Update: 2021-10-27 07:02 GMT

રાજ્ય પોલીસ દ્વારા ગ્રેડ પે માં વધારો, રજાઓ અને કામનો નિયત સમય સહિતની વિવિધ માંગો કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. તેવામાં હવે પોલીસ કર્મીઓના ગ્રેડ પેના આંદોલનને લઈને સરકાર એક્શનમાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સાંજના તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓને બોલાવાયા હતા.DGP આશિષ ભાટિયા, ગૃહ વિભાગના સચિવ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ પોલીસ પરિવારના 15 સભ્યોએ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી.રાજ્યના ગૃહમંત્રી સાથે મુલાકાત બાદ પોલીસ પરિવારના સભ્યોએ નિવેદન આપ્યું હતું પોલીસ પરિવારે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીએ અમને મદદની ખાતરી આપી છે. અમને પોલીસે કોઇ ધમકી આપી નથી. ત્યાં સુધી કમિટીની રચના ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે ગ્રેડ પે અને SRPના મુદ્દે ચર્ચા થઇ છે. પોલીસ પરિવાર તરફથી જણાવ્યું કે અમે બધી બાબતોની ચર્ચા કરી છે ગૃહ રાજ્યમંત્રી પોલીસ પરિવાર સાથે ફરીથી બેઠક કરશે. આ કોઇ રાજકીય આંદોલન નથી. ખોટા મેસેજ વાયરલ થયા છે તેને દૂર કરાશે. અમે અગાઉ પણ રજૂઆતો કરી હતી. સરકાર સમિતિની રચના કરશે. જ્યાં સુધી પ્રશ્નો નહી ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.. તો બીજી તરફ એવા પણ અહેવાલ છે કે પોલીસ કર્મચારીઓને સોશિયલ મીડિયામાં પોસ્ટ ન કરવા સૂચના આપવામાં આવી છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિંહા કમારે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટિપ્પણી ન કરવા સૂચના આપવામાં આવી છે.

Tags:    

Similar News