ઈસ્કોન બ્રિજ અકસ્માત: આરોપી તથ્ય તેના પિતા અને કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત

ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.

Update: 2023-07-20 10:37 GMT

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં અકસ્માત સર્જનાર તથ્ય પટેલની બેફામ કાર ડ્રાઈવિંગના કારણે નવ જેટલા નિર્દોષોના જીવ ગયા છે. જે સમગ્ર મામલે ટ્રાફિક PI વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અકસ્માત કેસમાં 6 લોકોની અટકાયત કરી છે.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત કરી છે. ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 12 લોકોને ઈજાઓ પહોંચી છે.

ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.

Tags:    

Similar News