મહારાષ્ટ્ર : ભાજપના રાહુલ નાર્વેકર વિધાનસભાના સ્પીકર બન્યા

મહારાષ્ટ્ર વિધાનસભાની સ્પીકરની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે.

Update: 2022-07-03 06:53 GMT

મહારાષ્ટ્ર વિધાનસભાની સ્પીકરની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને મરાઠી રાજકારણમાં હલચલ મચાવનાર મુખ્યમંત્રી એકનાથ શિંદેનું પ્રથમ શક્તિ પ્રદર્શન થયું હતુ. ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ સ્પીકર પદ માટે મતદાન કરાવ્યું હતુ.મહારાષ્ટ્ર વિધાનસભામાં નવા સ્પીકરની પસંદગી માટે ઓપન મતદાન થયું હતુ. તમામ ધારાસભ્યોને એક પછી એક તેમનો મત પૂછવામાં આવી રહ્યો હતો. તમામ ધારાસભ્યો પોતાનો મત આપી રહ્યા હતા અને તેઓ કોના પક્ષમાં છે તે જણાવી રહ્યા હતા.ભાજપના ધારાસભ્યોએ વિધાનસભાની અંદર જય ભવાની, જય શિવાજી અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સ્પીકર ચૂંટણીઅંગે NCPના જયંત પાટીલે કહ્યું કે હવે ચૂંટણી થઈ રહી છે, પરંતુ અમે ક્યારના માંગ કરી રહ્યા હતા. હવે સમજાયું કે આજ સુધી ચૂંટણી કેમ નથી થઈ?

Tags:    

Similar News