અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી,તાપમાનનો પારો 47 ડિગ્રીએ પહોંચ્યો

ગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે અને અમદાવાદમાં આજે તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું છે.

Update: 2022-05-11 11:54 GMT

ગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે અને અમદાવાદમાં આજે તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું છે. હજી પણ આવતીકાલે પારો 48 ડીગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે. બીજી તરફ, રાજ્યનાં 13 શહેરમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર થઈ ગયું છે અને આ ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ લોકો વિચારતા થઈ ગયા છે. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.

અમદાવાદમાં આજે સવારે 8 વાગ્યે જાણે 11 વાગ્યા હોય એવી ગરમી શરૂ થઈ ગઈ હતી, જ્યારે બપોરે 2 વાગતા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને 47 ડીગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહે એવી પૂરેપૂરી શક્યતા છે. હજી પણ આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો નવાઈ નહીં. બેકાબૂ સૂર્યપ્રકોપને જોતાં હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ સિવાય વડોદરામાં 45, મહેસાણા-હિંમતનગરમાં 45, ગોધરા-ખેડબ્રહ્મામાં 45, નડિયાદ 45, ધોળકામાં 45, ભાવનગર-અમરેલીમાં 43 અને રાજકોટ જૂનાગઢમાં 42 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

Tags:    

Similar News