રાજ્યને 23 વર્ષ બાદ મળશે મહિલા અધ્યક્ષ; નીમાબેન વિધાનસભા 30મા અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવશે

વિધાનસભા 30મા અધ્યક્ષ તરીકે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સર્વાનુમતે ચૂંટાઇ આવશે

Update: 2021-09-25 05:50 GMT

ગુજરાત વિધાનસભા 30મા અધ્યક્ષ તરીકે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સર્વાનુમતે ચૂંટાઇ આવશે. શાસક પક્ષ તરફથી અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્યનું નામાંકન કરાવવામાં આવ્યું હતું, જેની સામે ગુજરાત વિધાનસભાની પરંપરાને જાળવી રાખતાં વિપક્ષે આ પદ માટે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નથી.

સોમવારે વિધાનસભા ચોમાસું સત્રની પ્રથમ બેઠકમાં ડો. નીમાબેન આચાર્ય તમામ સભ્યો સર્વાનુમતે અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢશે. તેઓ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલા મહિલા વિધાનસભા અધ્યક્ષ બનશે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ લાવવા સંકલ્પ કર્યો હતો. સરકારમાં મહિલા અને બાળ વિકાસના અલગ વિભાગની રચના કરી તેમણે આનંદીબેન પટેલે તેના મંત્રી બનાવ્યા. આનંદીબેનને જ તેમણે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બનાવ્યા ડો. નીમાબેન આચાર્ય કચ્છમાંથી આવતા ધારાસભ્યોમાં ત્રીજા એવા નેતા છે કે જેઓ વિધાનસભા અધ્યક્ષ બન્યા હોય. આ પહેલા કુંદનલાલ ધોળકિયા અને ધીરૂભાઇ શાહ કચ્છનું પ્રતિનિધિત્વ કરતા હતા અને અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. આ પૂર્વે નીમાબેન કાર્યકારી અધ્યક્ષ તરીકે વિધાનસભાનું સંચાલન કર્યું છે. નીમાબેન અધ્યક્ષ પદે નીમવા માટેની દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં કરશે, જેને તમામ સભ્યો ટેકો જાહેર કરશે. ડૉ. નીમાબેન આચાર્ય 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈને અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. જે બાદ 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી ચૂંટાઈને સતત બીજી વખત અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

Tags:    

Similar News