અમિતાભ બચ્ચને ફની પોસ્ટ શેર કરી, શું 2020ને ફરી ઇન્સ્ટોલ કરી શકીએ? આમાં વાઇરસ છે

Update: 2020-03-30 09:16 GMT

કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. આ સમયે સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમની એક્ટિવિટી વિશે અપડેટ આપતા રહે છે, ફની પોસ્ટ શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે અને હવે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેઓ કમ્પ્યુટરના વાયર સાથે દેખાય છે.

તેમણે લખ્યું કે, શું આપણે 2020 વર્ષને ડીલીટ કરીને નવું ફરીથી ઇન્ટોલ કરી શકીએ છીએ? આ વર્ઝનમાં વાઇરસ છે.

https://www.instagram.com/p/B-VILgVBznS/

આ પોસ્ટ પર લોકોએ પણ ઘણી કમેન્ટ કરી હતી. એક યુઝરે કેબીસીની તેમની અદામાં લખ્યું હતું કે, કમ્પ્યુટરજી ડી ફોર ડીલીટ કો લોક કિયા જાય.

અમિતાભ બચ્ચન કોરોના વાઇરસને લઈને પણ ઘણી માહિતી શેર કરતા રહે છે. ઉપરાંત તેઓ કવિતાઓ લખીને પણ શેર કરતા રહે છે.

Similar News