અમરેલી : જેસર રોડ પર કાર પલટી મારી જતાં કાર ચઢી ઝૂપડા ઉપર, બે સગા ભાઈના મોત

Update: 2019-11-13 08:19 GMT

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક જેસર

રોડ પર કારનો અકસ્માત સર્જાયો

હતો. અકસ્માત થતાં બે સગા

ભાઈના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે.

બગદાણાથી

સાવરકુંડલા ખાતે ગત મોડી રાત્રિએ કાર મારફતે આવતા ૨૭ વર્ષીય નવીન

ડાભી અને ૨૫ વર્ષીય હરેશ

ડાભીને અકસ્માત નડતા બન્ને સગા ભાઇઓનું મોત નીપજ્યું હતું.

મળતી

માહિતી અનુસાર, બગદાણાથી

સાવરકુંડલા ખાતે નવીન ડાભી અને હરેશ ડાભી મારુતિ

કાર નં. GJ 19 A 3719માં સવાર થઈ આવતા હતા તે દરમ્યાન

કોઈ કારણોસર કાર એકાએક પલટી મારી ગઈ હતી. કાર પલટી મારી જતા રોડ કાંઠા વિસ્તારમાં ઝૂપડી બાંધી રહેતા લોકોની ઝૂપડી ઉપર કાર ચઢી ગઈ હતી.

અકસ્માતના પગલે કારમાં સવાર બન્ને સગા ભાઇઓનું મોત નીપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ

મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પીટલમાં

સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુન્હો નોંધી વધુ

તપાસ હાથ ધરવામાં આવી છે. કાર અકસ્માતની ઘટનામાં બે સગા ભાઇઓના મોતથી પરિવારજનોમાં

શોકની લાગણી વર્તાઇ છે.

Similar News