અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશનથી AMTS ખાસ બસો દોડાવશે, જુઓ શું છે કારણ

Update: 2020-11-21 08:37 GMT

અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં નાઇટ કરફયુ અમલમાં મુકી દેવામાં આવ્યો છે. નાઇટ કરફયુના કારણે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો અટવાયા હતા. તેમના માટે AMTS બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશમાં અનલોક બાદ રેલવે સેવાઓ ધીમે ધીમે પુર્વવત કરવામાં આવી રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પણ અનેક ટ્રેનોનું અવાગમન થઇ રહયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી જતાં નાઇટ કરફયુ અમલમાં મુકી દેવામાં આવ્યો છે. કરફયુના કારણે રેલવે સ્ટેશન ખાતે હજારો મુસાફરો અટવાય પડયાં હતાં. મુસાફરોને પોતાના ઘરે જવા કોઇ વાહન મળે તેવી સ્થિતિ ન હોવાથી એએમટીએસ દ્વારા ખાસ બસો દોડાવવામાં આવી રહી છે. AMTS ના કુલ 70 જેટલા કર્મચારીઓનો સટાફ ત્રણ શિફ્ટમાં ખડે પગે ફરજ બજાવી રહયાં છે. અત્યાર સુધીમાં અંદાજે 6500 જેટલા મુસાફરોને રેલવે સ્ટેશનથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યાં છે.

રેલવે સ્ટેશનમાં કોઈ અસુવિધા ઉભી ના થાય અને કોઈ તકરાર ન થાય એના માટે સ્થાનિક પોલીસ ખડે પગે રાખવામાં આવી છે. કાલુપુર પોલીસનો સ્ટાફ રેલવે સ્ટેશન પર તૈનાત રાખવામાં આવ્યો છે. સાથે સાથે સ્ટેશનની અંદર પણ રેલવે પોલીસ સતત ઉભી રહી મુસાફરોને મુશ્કેલી ન પડે તે ધ્યાન રાખી રહી છે.

Tags:    

Similar News