અંકલેશ્વર : સ્કોલરશીપ જમા કરાવવા માટે બેન્ક અધિકારીના નામે આવ્યો ફોન, જુઓ પછી એન્જીનીયર સાથે શું બન્યું..!

Update: 2020-10-13 11:48 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રહેતા એક વ્યક્તિના ક્રેડીટ કાર્ડમાંથી ભેજાબાજે બારોબાર 57 હજાર રૂપિયા ઉપાડી લેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રી સાંઈ એન્ટરપ્રાઈઝમાં સર્વિસ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હસમુખ વસાવાના મોબાઈલ પર એપ્રિલ માસમાં એક ફોન આવ્યો હતો. જેમાં બેન્ક અધિકારીના નામે વાત કરી ભેજાબાજ ઇસમે તેમના દીકરા-દીકરી માટે સ્કોલરશીપ જમા કરાવવા એકાઉન્ટ નંબર અથવા કાર્ડ નંબર માંગ્યો હતો, ત્યારે હસમુખ વસાવાએ તેમના ક્રેડીટ કાર્ડનો નંબર આપતા અલગ અલગ 4 જેટલા ટ્રાન્ઝેકશન દ્વારા રૂપિયા 57 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હસમુખ વસાવાને પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં તેઓએ બેન્કમાં જાણ કરી હતી. જોકે બેન્ક દ્વારા તપાસ ન કરાતા આખરે તેઓએ જીઆઈડીસી પોલીસ મથકે અરજી કરી હતી. હાલ તો પોલીસે હસમુખ વસાવાની અરજીના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News