પોલીસે મોપેડ અને દારૂ મળી કુલ રૂપિયા 39 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચીનાકા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી દારૂ અને મોપેડ મળી કુલ રૂપિયા 39 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ભરૃચી નાકા પાસે સર્વોદય સોસાયટીમાં રહેતા શાહરુખ મહેમુદ મન્સૂરીને મોપેડમાં સંતાડીને વિદેશી દારૂનો જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે 4 હજાર 800 ની વિદેશીદારૂની 48 નંગ બોટલ અને 35 હજારની કિંમતનું સ્કૂટર મળી કુલ 39 હજાર 800 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.