અંકલેશ્વર : પોલીસ વિભાગમાં મૃત્યુ પામનાર પોલીસકર્મીના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળ એકત્ર કરાયું

Update: 2020-10-29 12:23 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સ્થાનિક પોલીસકર્મીઓએ વિવિધ સ્થળે પોલીસ શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ ફ્લેગનું વિતરણ કરી તેમાથી મળેલ રકમનું ભંડોળ એકત્ર કર્યું હતું.

ગત તા. 21મી ઓક્ટોબરના રોજ દેશભરમાં પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે પોલીસ તંત્ર દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગત તા. 28 ઓક્ટોબરના રોજ સાંજના સમયે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પ્રતિન ચોકડી વિસ્તારમાં જિલ્લા પોલીસ બેન્ડ દ્વારા જાહેર માર્ગ ઉપર સંગીતની સુરાવલી પ્રસરાવતા લોકોમાં અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, ત્યારે ગુરુવારના રોજ અંકલેશ્વર શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર પોલીસકર્મીઓએ ભંડોળ એકત્ર કર્યું હતું. જેમાં વાહનચાલકોને પોલીસ ફ્લેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ એકત્ર કરેલું ભંડોળ પોલીસ વિભાગમાં ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે અર્પણ કરવામાં આવશે.

Tags:    

Similar News