અમદાવાદ : AAPના રાષ્ટ્રીય નેતા સંજયસિંઘની કનેક્ટ ગુજરાત સાથે EXCLUSIVE મુલાકાત, જુઓ ભાજપ-AIMIM પાર્ટી વિષે શું કહ્યું..!

Update: 2021-02-06 07:46 GMT

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંઘ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સંજયસિંઘ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ પહોચ્યા હતા, જ્યાં કનેક્ટ ગુજરાતની ટીમે તેઓ સાથે વિશેષ મુલાકાત કરી હતી, ત્યારે AAPના રાષ્ટ્રીય નેતાએ ભાજપ અને AIMIM એકજ પાર્ટી હોવાનું જણાવી બન્ને પાર્ટીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે નેતાઓના ગુજરાતમાં દૌરા શરૂ થઈ ગયા છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંઘ પણ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. સંજયસિંઘ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ ખાતે કાર્યકરો સાથે બેઠક કરવા માટે પહોચ્યા હતા, ત્યારે કનેક્ટ ગુજરાત અમદાવાદના પ્રતિનિધિ મયુર મેવાડાએ સંજયસિંઘ સાથે વિશેષ મુલાકાત કરી હતી.

કનેક્ટ ગુજરાત સાથેની એક્સ્ક્લુઝિવ વાતચીતમાં તેઓએ ભાજપ અને AIMIM પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, આ બન્ને એક જ પાર્ટી છે. ગુજરાતમાં પણ ધીમેધીમે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ઊભું થતાં ભારતીય જનતા પાર્ટીને સીધી ટક્કર આપવા અંગે જણાવ્યુ હતું. તો સાથે જ શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી અને પાણીના મુદ્દાને લઈ દિલ્હી આધારિત ગુજરાતમાં પણ પ્રચાર કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં AIMIMના આવાથી આમ આદમી પાર્ટીને કોઈ ફેર નહિ પડે. કારણે આપના ઉમેદવાર પોતાની રીતે સારું કામ કરી જ રહ્યા છે. જોકે અમદાવાદ બાદ સુરત ખાતે નિગમ ચૂંટણીના પ્રચાર તેમજ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સંજયસિંઘ જવા રવાના થશે તેવું પણ જણાવ્યુ હતું.

Tags:    

Similar News