પિતાના અવસાન બાદ બહેન ની મદદથી ભાઈ એ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં મેળવ્યો પ્રથમ નંબર

Update: 2019-05-25 10:16 GMT

કોમર્સના અંગ્રેજી માધ્યમમાં અરવલ્લી જિલ્લાનો નીર મોદી અવ્વલ આવતા પરિવારમાં ખુશી પ્રસરી છે. નીર મોદીની સફળતા પાછળ પણ ઘરના વડીલોનો ખૂબ મોટો સહયોગ રહ્યો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનું સમાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં બહેનની મદદથી ભાઈએ પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. મોડાસાની પ્રાર્થના સ્કૂલમાં ભણતા નીર મોદીએ ધોરણ બારમાં કોમર્સમાં ઇંગ્લીશ મીડિયમ સાથે જિલ્લામાં 86.45 ટકા મેળવ્યા છે. ચાર વર્ષ પહેલા પિતાના અવસાન બાદ ઘરમાં જાણે આભ તૂટી પડ્યું હોય તેવું લાગ્યું પણ ઘરમાં દાદી, માતા અને બહેનના સહયોગથી ભાઇએ મહેનત કરીને અને તેમની મહેનત પણ રંગ લાવી. નીર મોદીની તમામ ફી સહિતનો ખર્ચ બહેને નોકરી કરતા કરતાં નિભાવ્યો હતો. તો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ થોડો સહયોગ મળતા ફીમાં રાહત મળી હતી. પણ બહેન હર હંમેશ ભાઈની સાથે ખડે પગે રહેતાં આજે નીર મોદીએ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Similar News