ભરૂચ : દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને કાવી પોલીસે દબોચી લીધો...

ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં દુષ્કર્મના ગુનામાં એક આરોપી છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતો હતો.

Update: 2024-05-02 08:22 GMT

ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં દુષ્કર્મના ગુનામાં એક આરોપી છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતો હતો. જે આરોપીને કાવી પોલીસે વડોદરાની સોમા તળાવ ચોકડી પાસેની ઝુપડપટ્ટી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના એક ગામમાં મજૂરી કામ કરવા મધ્યપ્રદેશનો એક પરિવાર આવ્યો હતો. તેમની એક દીકરીને આરોપી સુરપાલ સુભાન સુમલા વસુનીયા રહે; આંબીગામ, ભુતવડી ફળીયુ તા. જોબટ જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાઓએ પટાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેઓ પોત-પોતાના ગામે જતાં રહ્યા હતા. જોકે, યુવતીએ આરોપીએ તેની સાથે કરેલા દુષ્કર્મની જાણ તેના પરિવારમાં કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ પરિવારે મધ્યપ્રદેશના પોલીસ મથકથી કાવી ખાતે ઝીરો એફઆઈઆરથી ફરિયાદ મોકલી હતી. તો બીજી તરફ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા. જેના આધારે કાવી પોલીસ મથકના પીએસઆઇ વી.એ.આહીર અને તેમના સ્ટાફે નાસતા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી હતી. આ સમય દરમ્યાન અ.હે.કો. વિરભદ્રસિંહે દુષ્કર્મના ગુનાનો આરોપી સુરપાલ પોતાના વતનમાં તેના કાકાના દિકરા મુનેશની મોટર સાયકલ પર બેસી અલીરાજપુરથી વડોદરા ખાતે જઈ રહ્યો છે. આ અંગેની માહિતી મળતાં જ આરોપીના યુ-ટ્યુબ આઇડી પરથી આરોપીનો મોબાઇલ નંબર મેળવી ટેકનીકલ સોર્સિસ આધારે આરોપીનું મોબાઇલ લોકેશન મેળવ્યું હતું. ત્યારબાદ અલીરાજપુરથી આરોપીના મોબાઇલ લોકેશન આધારે પીછો કરી 3 વર્ષથી વોન્ટેડ આરોપીને વડોદરાના સોમા તળાવ ચોકડી પાસેની ઝુપડપટ્ટી વિસ્તાર ખાતેથી ઝડપી પાડ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News