ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે બાઈક રેલી નિકળી,300થી વધુ શિક્ષકો જોડાયા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના હેતુસર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300થી વધુ શિક્ષકો જોડાયા હતા.

Update: 2024-05-02 06:45 GMT

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના હેતુસર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300થી વધુ શિક્ષકો જોડાયા હતા.

7મી મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જીલ્લા ચૂંટણી અધિકારી માર્ગદર્શન હેઠળ ભરૂચ શિક્ષણાકારીની ઉપસ્થિતિમાં આજરોજ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક માધ્યમિક શાળાના 300 થી વધુ શિક્ષકો દ્વારા શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી થી શહેરના પાંચબત્તી, મોહમ્મદપુરા, એસપી ઓફિસ એપીએમસી સહિતના વિસ્તારોમાં મતદાન જાગૃત્તિના અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતા અર્થે નીકળેલી રેલીને ભરૂચ જિલ્લા શિક્ષણાકારી સ્વાતિ રાઉલ, દિવ્યેશ પરમાર સહિતના અધિકારીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું

Tags:    

Similar News