અરવલ્લી: અંતરિયાળ ગામોમાં શરૂ કરાઇ લાયબ્રેરી, યુવાનો કરી શકશે સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી

Update: 2021-01-22 06:10 GMT

અરવલ્લી જિલ્લાના યુવાનો પોતાના ગામમાં જ રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ હેતુથી વિવિધ ગામોમાં દાતાઓના સહયોગથી લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે.

સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે સામાન્ય જ્ઞાનનું વાંચન ખૂબ જરૂરી છે, ત્યારે વાંચન કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી યુવાઓએ શહેરમાં જવું ખૂબ જ અઘરું હોય છે, પણ અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ગામડે ગામડે લાયબ્રેરીઓ શરૂ કરવામાં આવી રહી છે. માલપુર તાલુકાના કોયલિયા ગામે ગ્રામજનો અને દાતાઓના સહયોગથી લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહીને જ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓ કરી શકે તેવા ઉમદા આશયથી કોયલિયા ગામે લાયબ્રેરી શરૂ કરાઈ છે. આ પહેલા પણ માલપુર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં લાયબ્રેરી શરૂ કરવામાં આવી હતી, તો મેઘરજ તાલુકામાં પણ આ પ્રકારની કામગીરી થઈ ચૂકી છે, ત્યારે યુવાઓના ભવિષ્યનો વિચાર કરીને ગ્રામજનોએ વેઠેલી તકલીફ યુવાઓને ન પડે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Tags:    

Similar News