અરવલ્લી: પગાર નહીં મળતા કલેક્ટર કચેરીએ સફાઈ કામદારોએ કર્યા ઘરણાં

Update: 2019-06-04 10:16 GMT

અરવલ્લી જિલ્લાના સફાઈ કામદારોને પગાર ન મળતા અચોક્કસ મુદતની હળતાળ પર ઉતરી ગયા છે.

અરવલ્લી જિલ્લામાં સફાઈ કામદારોની વિવિધ માંગો ન સંતોષાતા વહેલી સવારથી જ કલેક્ટર કચેરીએ ધરણાં પર બેસી ગયા છે, તેમની મુખ્ય માંગ પગાર સમયસર કરવાની છે. ત્યારે અનેક રજૂઆત અને કલેક્ટરને આવેદન પત્ર આપવા છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં સફાઈ કામદારો કલેક્ટર કચેરીએ અચોક્કસ મુતદની હળતાળ પર બેસી ગયા છે.

વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગતના જણાવ્યા મુજબ જિલ્લાના અંદાજે ૨૦૦ જેટલા સફાઈ કામદારોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નથી થયો, જેના કારણે તેમને તેમના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક સવાલ છે. આ સાથે જ તેમણે એમ પણ આક્ષેપ કર્યો છે કે, જિલ્લા કલેક્ટરને દંડવત કરીને પણ પોતાની માંગણીઓ પૂર્ણ કરવા આવેદન પત્રો આપ્યા છે. છતાં સફાઈ કામદારોની માંગણીઓ હજુ નથી સંતોષાઈ. જેને કારણે વહેલી સવારથી તેઓ કામનો કરવાનો બહિષ્કાર કર્યો છે. સફાઈ કર્મચારીઓની ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ સફાઈ નહીં કરે.

Similar News