અરવલ્લી : તલાટીઓ ઉતર્યા હડતાળ પર, અરજદારો વેઠી રહયાં છે હાલાકી

Update: 2019-12-05 07:25 GMT

રાજય સરકારે ગ્રામ પંચાયતોમાં ઇ-ટાસ એપ્લિકેશનના

માધ્યમથી તલાટીઓને પંચાયતમાં હાજરી પૂરવી ફરજીયાત થતાં બે ડિસેમ્બરથી તલાટીઓએ

રેવન્યુ કામગીરીનો બહિષ્કાર કરતાં અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

રાજય સરકારે ગ્રામ પંચાયતોમાં તલાટીઓની હાજરી માટે

ઇ-ટાસ એપ્લીકેશન અમલી બનાવી છે પણ તેનો તલાટીઓ વિરોધ કરી રહયાં છે. ઈ-ટાસ પર હાજરી

પુરવાનો વિરોધ કરતા તલાટીઓએ રેવન્યુની તમામ કામગીરી બંધ કરતા પેઢીનામુ, વિવિધ પ્રકારના દાખલા

કઢાવવા સહિતની કામગીરી ઠપ્પ થઇ છે. તલાટીઓની હડતાળના પગલે ગ્રામ પંચાયતમાં આવતા

અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

તલાટીઓના જણાવ્યા અનુસાર  તેઓની કામગીરી ફિલ્ડ વર્ક

છે. નવી સીસ્ટમથી હાજરી પુરવા તેઓને પંચાયતમાં પંચિગ કરવા માટે આવવું પડે છે. જે

કેટલીક વાર અશક્ય બને છે. આ ઉપરાંત  કેટલાક તલાટીઓને બે થી વધારે પંચાયતોને ચાર્જ હોય છે, જેથી તેમના માટે ઇ-ટાસથી

હાજરી પુરવી અશકય છે. અરવલ્લી જિલ્લાના 308 જેટલા તલાટીઓ હાલ રેવન્યુ કામગીરીથી અળગા રહેતાં

અરજદારોની હાલાત કફોડી બની છે. 

Similar News